રાજ્યના નાગરિક ઉડ્ડયન વિષય સંબંધી નીતિગત બાબતો, રાજ્યના મહાનુભવોના ઉડ્ડયન સંબંધી બાબતો, રાજ્યના એરપોર્ટ, એરસ્ટ્રીપ, હેલીપોર્ટ તથા હેલીપેડ વગેરેના માળખાગત વિકાસ ,ઉડ્ડયન તાલીમ સંસ્થાઓ, ઉડ્ડયન સંબંધી મનોરંજન પ્રવૃત્તિઓ વગેરે સંબંધી તમામ કામગીરી.
ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક પ્રવાસન પ્રભાગમાં સ-શાખા કાર્યરત છે. રાજ્યના પ્રવાસનને સંબંધિત કામગીરી અત્રે કરવામાં આવે છે. ખાતાના વડાની કચેરી તરીકે પ્રવાસન કમિશનરશ્રીની કચેરી કાર્યરત છે. વધુમાં, અમલીકરણ સંસ્થા તરીકે ગુજરાત પ્રવાસન નિગમ લિ. છે.